કેબીસીમાં શિવાજી મહારાજના સવાલ પર બબાલ : સોનીએ માફી માગી

કેબીસીમાં શિવાજી મહારાજના સવાલ પર બબાલ : સોનીએ માફી માગી
મુંબઈ, તા. 8 :?મહાનાયક અમિતાભ બચ્ચને તાજેતરમાં શિવાજી મહારાજ અંગે પૂછેલા સવાલ પર બબાલ મચી છે. કેટલાક લોકોએ લોકપ્રિય ટીવી શો કોન બનેગા કરોડ પતિનો બહિષ્કાર કરવાની માંગ કરી નાખી છે. જોકે, સોની ચૅનલે શુક્રવારે માફી મગી હતી.
કયા સમ્રાટ મુગલ સમ્રાટ ઔરંગઝેબના સમકાલિન હતા, તેવા સવાલ સાથે વિકલ્પમાં મહારાણા પ્રતાપ, રાણાસાંગા મહારાજા રણજિત સિંહ અને શિવાજીના નામ અપાયાં હતાં.
શોમાં છત્રપતિ શિવાજી મહારાજનાં નામનો માત્ર `િશવાજી' નામ સાથે ઉલ્લેખ કરાતાં નારાજ લોકોએ કહ્યું હતું કે કેબીસીમાં મહાન છત્રપતિ શિવાજી મહારાજનું અપમાન કરાયું છે. 

Published on: Sat, 09 Nov 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer