અયોધ્યા ચુકાદા પૂર્વે ઉત્તર પ્રદેશ છાવણીમાં ફેરવાયું

અયોધ્યા ચુકાદા પૂર્વે ઉત્તર પ્રદેશ છાવણીમાં ફેરવાયું
નવી દિલ્હી,તા. 8: અયોધ્યા વિવાદ પર સુપ્રીમ કોર્ટનો ચૂકાદો હવે કોઇપમ સમયે આવી શકે છે. આવી સ્થિતિમાં ઉત્તરપ્રદેશ અને ખાસ કરીને અયોધ્યા છાવણીમાં ફેરવી દેવામાં આવતા અનેક નિયંત્રણો લાગુ કરવામાં આવ્યા છે. ચૂકાદા પહેલા જ 500થી વધુ લોકોની અટકાયત કરવામાં આવી છે. 1659 લોકોના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. 10000થી વધુ લોકો એવા છે જેમના પર સીઆરપીસીની કલમ હેઠળ નિયંત્રણો લાગુ કરવામાં આવ્યા છે. બીજી બાજુ ઉત્તરપ્રદેશમાં આરપીએફના 4000 જવાનો મોકલવામાં આવ્યા છે. 18થી વધુ યુપી કોલેજોમાં 20 જેલો સ્થાપિત  કરવામાં આવી છે. ચૂકાદા પહેલા સુરક્ષા વ્યવસ્થાના ભાગરુપે 20 કામચલાઉ જેલો ઉભી કરવામાં આવી છે. તમામ જગ્યાઓએ સીસીટીવી કેમેરા વ્યવસ્થિત કરી દેવામાં આવ્યા છે. યુપીમાં ત્રણ દિવસ સ્કૂલ અને કૉલેજો બંધ રહેશે. મુંબઈ, દિલ્હી, મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશમાં સાવચેતીના પગલા લેવાયા છે. રાજ્યોને એલર્ટ કરાયા છે. અયોધ્યા વિવાદ પર સુપ્રીમ કોર્ટનો ફેંસલો હવે કોઇ પણ સમયે આવી શકે છે. 
 

Published on: Sat, 09 Nov 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer