ચુકાદા બાદ બે વિકલ્પ બચે છે

ચુકાદા બાદ બે વિકલ્પ બચે છે
નવી દિલ્હી, તા. 9 : અયોધ્યાની રામ જન્મભૂમિ - બાબરી મસ્જિદ વિવાદ અંગે સુપ્રીમ કોર્ટનો ચુકાદો આમ તો અંતિમ હોવાનું કહી શકાય, પરંતુ એ પછી પણ કાનૂની વિકલ્પ બાકી રહે છે. અસંતુષ્ટ પક્ષે 30 દિવસની અંદર પુનર્વિચાર અરજી એટલે કે રિવ્યુ પિટિશન દાખલ કરી શકે છે.
એટલું જ નહીં, જો આવેલા ચુકાદા અંગે કોઈ પણ પક્ષની અસહમતી હશે તો શીર્ષ અદાલતમાં ક્યુરેટિવ પિટિશન પણ કરી શકાશે. કયુરેટિવ પિટિશન દાખલ કરવા માટે પણ 30 દિવસનો સમયગાળો મળે છે. ચુકાદા પર પુનર્વિચારની અરજી દાખલ કરનાર પાર્ટીએ સર્વોચ્ચ અદાલતમાં એ સાબિત કરવું પડશે કે એમના ચુકાદામાં કઈ ત્રુટી છે. રિવ્યુ પિટિશન દરમિયાન વકીલો દ્વારા દલીલ થઈ શકતી નથી, અગાઉ અપાયેલા ચુકાદાની ફાઈલો અને રેકોર્ડ્સ પર જ વિચારણા કરવામાં આવે છે.
જો કેસ સંબંધિત કોઈ પાર્ટીને રિવ્યુ પિટિશનના નિર્ણય અંગે વિરોધ હોય તો તેમના દ્વારા ક્યુરેટિવ પિટિશન દાખલ કરી શકાય છે. એની સુનાવણી દરમિયાન કેસના કોઈ તથ્ય અંગે વિચારણા થતી નથી, પરંતુ કાનૂની બાબતો અંગે જ વિચારણા થઈ શકે છે.
કાયદા વિશેના હિસાબે ક્યુરેટિવ પિટિશનનો અર્થ મોટી બેન્ચ સમક્ષ સુનાવણી, ક્યુરેટિવ પિટિશન મામલે ત્રણ સૌથી સિનિયર જજ સુનાવણી કરે છે અને બાકી ચુકાદો આપનાર જજ સામેલ હોય છે. એટલે જો આ કેસમાં જો ક્યુરેટિવ પિટિશન દાખલ કરવામાં આવે તો ત્રણ સિનિયર જજ અને હાલના ત્રણ જજ મળી કુલ છ જજ સુનાવણી કરી શકે છે.

Published on: Sat, 09 Nov 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer