અયોધ્યા ચુકાદાની અસર `બાલા'' પર ન થઈ

અયોધ્યા ચુકાદાની અસર `બાલા'' પર ન થઈ
અભિનેતા આયુષમાન ખુરાનાની ફિલ્મ `બાલા' રજૂ થઇ તેના બીજે દિવસે અયોધ્યા વિવાદનો ચુકાદો આવ્યો હતો. આ ચુકાદાને પગલે ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશમાં થિયેટરો બંધ રાખવામાં આવ્યાં હતાં છતાં `બાલા'ની કમાણી ધાર્યા કરતાં અનેકગણી વધુ થઇ અને આયુષમાનની આ લાગલગાટ આઠમી ફિલ્મ છે જે બોક્સ ઓફિસ પર  સફળ રહી છે. અયોધ્યાનો ચુકાદો આવ્યો તે દિવસે પણ `બાલા'ની આવકમાં 60 ટકાનો વધારો થયો હતો. બિહારના એક વિતરકે જણાવ્યું હતું કે, આયુષમાનની છેલ્લે રજૂ થયેલી ફિલ્મ `ડ્રીમગર્લ' કરતાં `બાલા'નું કલેકશન સારું થયું છે. હા, ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશમાં થિયેટરો બંધ હોવાથી થોડી અસર થઇ છે પરંતુ નિરાશ થવા જેવું કશું નથી. 
`બાલા'ની જેવી જ કથા ધરાવતી `ઉજડા ચમન' એક સપ્તાહ અગાઉ રજૂ થઇ હતી અને બોક્સ ઓફિસ પર ફલોપ ગઇ હતી . આથી `બાલા'ની સફળતા પર પણ શંકા ઊઠી હતી. પરંતુ પ્રેક્ષકો આયુષમાનને ધ્યાનમાં રાખીને ફિલ્મ જોવા ગયા હતા અને નિરાશ થયા નહોતા. અત્યારે બોલીવૂડમાં આયુષમાન ઓછા બજેટની ફિલ્મોનો સુપરસ્ટાર અભિનેતા બની ગયો છે.

Published on: Tue, 12 Nov 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer