મેં રાજકારણ મારા ભાઈઓ પર છોડી દીધું છે : રિતેશ દેશમુખ

મેં રાજકારણ મારા ભાઈઓ પર છોડી દીધું છે : રિતેશ દેશમુખ
મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન વિલાસરાવ દેશમુખના બે પુત્ર ધીરજ અને અમિત રાજકારણમાં પિતાનો વારસો સંભાળી રહ્યા છે. જયારે ત્રીજો પુત્ર રિતેશ ફિલ્મ કલાકાર છે. હિન્દી અને મરાઠી ફિલ્મોમાં અભિનય કરનાર રિતેશ પ્રખ્યાત કલાકાર છે અને હવે તેની ફિલ્મ `મરજાવા' આવી રહી છે જેમાં તે વિલન બન્યો છે. તને રાજકારણમાં પ્રવેશવાની ઇચ્છા નથી થતી એમ પૂછતાં રિતેશે કહ્યું કે, મેં રાજકારણ મારા ભાઇઓને સોંપી દીધું છે. હું સત્તાની શક્તિને જોતો જ મોટો થયો છું પરંતુ તે મને કદી આકર્ષી શકી નથી. મારે તો પહેલેથી કલાકાર બનવું હતું અને હવે તે બન્યાનો આનંદ છે.
 રિતેશ અભિનિત છેલ્લી ફિલ્મ `હાઉસફુલ-4' આલોચકોની ટીકાનો  ભોગ બની છે. આમાં કોમેડી માટે જે દ્વિઅર્થી સંવાદો ઉમેરવામાં આવ્યા હતા તે જ તેની નિષ્ફળતાનું કારણ બન્યા હોવાનું પણ કહેવાય છે. જો કે, રિતેશને તેમાં કશું  ખોટું લાગતું નથી. `મરજાવા'માં રિતેશ વિષ્ણુ નામનો ગુંડો બન્યો છે. તે પોતાની તુલના શોલે ફિલ્મના ગબ્બરની સાથે કરે છે. તેના મતે લોકો આ બંને પાત્રોની તુલના કરશે અને ગબ્બરની જેમ વિષ્ણુને પણ યાદ રાખશે.

Published on: Tue, 12 Nov 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer