થીમ સામે હાર્યો ફેડરર : એટીપી ફાઈનલ્સમાંથી ફેંકાવાનું જોખમ

થીમ સામે હાર્યો ફેડરર : એટીપી ફાઈનલ્સમાંથી ફેંકાવાનું જોખમ
લંડન, તા. 11 : ડોમિનિક થિમ સામે હારના કારણે રોઝર ફેડરર માટે એટીપી ફાઈનલ્સના અંતિમ ચારમાં પહોંચવાનો રસ્તો મુશ્કેલ બની ગયો છે. બીજી તરફ નોવાક જોકોવીચે પોતાનું શાનદાર પ્રદર્શન જારી રાખ્યું હતું. ટૂર્નામેમ્ટના પહેલા દિવસે છ વખતના ચેમિપયન ફેડરરને થિમે 7-5,7-5થી હરાવ્યો હતો. જ્યારે જોકોવીચે બ્યોર્ન બોર્ગ ગ્રુપમાં મેંટિયો બેરેટિનીને સરળતાથી 6-2, 6-1થી પરાજીત કર્યો હતો. પ્રત્યેક ગ્રુપમાંથી બે ખેલાડીઓ આગળ વધશે. ફેડરરનો મુકાબલો હવે જોકોવીચ સામે થશે. ખિતાબના અન્ય દાવેદાર રાફેલ નાડાલને આંદ્રે અગાસી ગ્રુપમાં રાખવામાં આવ્યો છે. તેનો પહેલો મુકાબલો વર્તમાન ચેમ્પિયન જેવરેવ સામે થશે.

Published on: Tue, 12 Nov 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer