એશિયન નિશાનેબાજી ચૅમ્પિયનશિપમાં સૌરભ ચૌધરીને સિલ્વર મેડલ

એશિયન નિશાનેબાજી ચૅમ્પિયનશિપમાં સૌરભ ચૌધરીને સિલ્વર મેડલ
દોહા, તા. 11 : યુવા નિશાનેબાજ સૌરભ ચૌધરીએ સોમવારે પુરૂષ 10 મિટર એર પિસ્ટલ સ્પર્ધામાં સિલ્વર મેડલ જીત્યો હતો. જેનાથી 14મી એશિયન નિશાનેબાજી ચેમ્પિયનશિપમાં ભારતનું શાનદાર પ્રદર્શન જારી રાખ્યું હતું. વિશ્વકપ અને એશિયન ગેમ્સના સ્વર્ણ પદક વિજેતા ચૌધરી 244 અંક સાથે ઉત્તર કોરિયાના સોંગ ગુક બાદ બીજા ક્રમાંકે ર્યો હતો. કિમ સોગે 246.5 અંક સાથે વિશ્વ વિક્રમી પ્રદર્શન કરીને ખિતાબ જીત્યો હતો. ઈરાનના ફોરોગી જાવેદે 221.8 અંક સાથે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. ચૌધરી અને અભિષેક વર્મા બન્નેકે ક્વોલિફાઈંગમાં 583 અંક સાથે ક્રમશ: સાતમા અને છઠ્ઠા સ્થાનમાં રહીને ફાઈનલમાં જગ્યા બનાવી હતી. જો કે આઠ નિશાનેબાજોના ફાઈનલમાં 181.5 અંક સાથે  વર્મા પાંચમા ક્રમાંકે રહ્યો હતો.
 

Published on: Tue, 12 Nov 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer