જેએનયુના દીક્ષાંત સમારોહમાં છાત્રો દ્વારા ફીવધારા સામે ઉગ્ર દેખાવો

નવી દિલ્હી, તા. 11 : તોતિંગ ફી વધારા સહિત અનેક મુદ્દાઓ પર ઘણા દિવસોથી પ્રદર્શન કરી રહેલા જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી (જેએનયુ)ના છાત્રો હવે દિલ્હીના રસ્તા પર ઊતરી
આવ્યા છે.
યુનિવર્સિટીનો દીક્ષાંત સમારોહ પરિસરની બહાર યોજવાથી પણ છાત્રો નારાજ છે. ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ આ સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે પહોંચ્યા હતા. તેમની સાથે માનવ સંસાધનવિકાસ મંત્રી રમેશ પોખરિયાલ પણ પહોંચ્યા હતા.
છેલ્લા 15 દિવસથી ફી વધારાનો વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓએ દીક્ષાંત સમારોહના સ્થળની બહાર પણ વિરોધ પ્રદર્શન કર્યું હતું.
આજે સવારે આઠ વાગ્યે છાત્રો યુનિવર્સિટીની વહીવટી બિલ્ડિંગ પર એકઠા થઈને ત્યાંથી દીક્ષાંત સમારોહના સ્થળ સુધી કૂચ કરી હતી. છાત્રોનું કહેવું છે કે, ફીમાં વધારો પાછો ખેંચો, નહીંતર દીક્ષાંત સમારોહ મંજૂર નથી. આ મામલાનો ફી ઘટાડા સિવાય કોઈ ઉકેલ નથી.

Published on: Tue, 12 Nov 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer