ભાજપે ઉદ્ધવને ખોટા પુરવાર કરવાનો પ્રયત્ન ર્ક્યો એટલે મેં રાજીનામું આપ્યું : અરવિંદ સાવંત

ભાજપે ઉદ્ધવને ખોટા પુરવાર કરવાનો પ્રયત્ન ર્ક્યો એટલે મેં રાજીનામું આપ્યું : અરવિંદ સાવંત
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 11 : ભાજપ સાથે શિવસેનાએ સત્તાની વહેંચણી અંગે સમજૂતી કરી હતી. આમ છતાં વાતચીત થઈ નથી એમ કહીંને શિવસેનાના વડા ઉદ્ધવ ઠાકરેને ખોટા ઠેરવવાનો પ્રયત્ન ર્ક્યો હતો. તેના કારણે મહારાષ્ટ્રના રાજકારણમાં અરાજકતા જેવી સ્થિતિ સર્જાતા વિશ્વસનીયતા તૂટી છે. આ કારણોને લીધે મેં પ્રધાનપદનું રાજીનામું વડા પ્રધાન નરેન્દ્ર મોદીને સોંપી દીધું છે, એમ શિવસેનાના નેતા અરવિંદ સાવંતે આજે જણાવ્યું હતું.
અરવિંદ સાવંત મોદી સરકારમાં ભારે ઉદ્યોગ ખાતાના પ્રધાન હતા. અરવિંદ સાવંતે આજે રાજીનામાનો પત્ર પત્રકારોને દેખાડયો હતો. સાવંતે પત્રકારોને જણાવ્યું હતું કે વિધાનસભાની ચૂંટણી પછી ઉદ્ધવ ઠાકરેને ખોટા ઠેરવવાનો પ્રયત્ન થયો છે તેથી વિશ્વસનીયતા તૂટી છે શિવસેના સત્યની પડખે છે. આ પ્રકારના ખોટા વાતાવરણમાં દિલ્હીમાંની સરકારમાં રહેવું કેવી રીતે? તેથી મેં કેન્દ્રના પ્રધાન મંડળમાંથી રાજીનામું આપ્યું છે. સાવંતે પત્રકારોને જણાવ્યું હતું કે લોકસભાની ચૂંટણીમાં બેઠકો અને સત્તાની વહેંચણી અંગે સમજૂતી થઈ હતી. હવે તે સમજૂતી નકારીને શિવસેનાને ખોટો ઠેરવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો, એમ સાવંતએ ઉમેર્યું હતું.
 

Published on: Tue, 12 Nov 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer