ઘાટકોપર : બે જ્વેલર્સ પાસેથી 42 કિલો સોનું જપ્ત

મુંબઈ, તા. 12 : પોલીસે ઘાટકોપરના રસિકલાલ સાંકળચંદ જ્વેલર્સના ડાયરેકટરો જયેશ રસિકલાલ શાહ (55) અને તેના ભાઈ નિલેશ (53)ની ધરપકડ કરી તેઓની દુકાનમાંથી 42 કિલો સોનું જપ્ત કર્યું છે.
પોલીસે દુકાનમાંથી એક ડિસ્ક પણ હાથ કરી છે, જેમાંથી જ્વેલર્સ પાસેના રોકાણકારોની માહિતી મળી આવી છે. પોલીસના જણાવ્યા પ્રમાણે 10 કરોડ રૂપિયા ગુમાવનાર 50 જણાએ પોલીસમાં જ્વેલર્સે પોતાની સાથે છેતરપિંડી કર્યાની ફરિયાદ નોંધાવી છે.

Published on: Tue, 12 Nov 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer