દાગીના બનાવનારાઓ PDC દ્વારા જ્વેલર્સને વેચાણ કરે

મુંબઈ, તા. 12 : હવે નવા વર્ષમાં હજારો જવેલર્સના બિઝનેસ સિસ્ટમમાં તેઓની ચેક બુકમાં નવું પાનું ખૂલશે. વર્ષોથી ચાલી આવેલી વ્યવહારની જૂની પદ્ધતિ જેમાં ઉત્પાદક દ્વારા જ્વેલરી રિટેલર્સને અપાતી ઓપન ક્રેડિટ 2020માં ઈતિહાસ રચનારી બની રહેશે અને તે તૈયાર માલોની ડિલિવરી સાથે પોસ્ટ ડેટેડ ચેકો (પીડીસી) મૂકવાના રહેશે.
આ સલામતીની સાદી-સરળ પદ્ધતિ કાનૂની સ્વરૂપની બની રહેશે, જેથી ગુડવીન અને રસિકલાલ સાકળચંદ જેવા કે તેઓ જ્વેલર્સ સોનામાં ઈન્વેસ્ટમેન્ટ સ્કીમો ચલાવે છે તેઓ પર ત્રાટકવા સરકાર પ્રેરાશે, જેથી મેન્યુફેકચરર્સ દ્વારા ક્રેડિટ પર અપાયેલા આભૂષણો માટે જોખમરૂપ બની જશે.
ઇન્ડિયા બુલિયન ઍન્ડ જ્વેલર્સ એસોસિયેશન (ઈબજા)ની બોર્ડ મિટિંગમાં પીડીસી સામે આભૂષણો વેચવાના નિર્ણય અંગે સહમતી રહી હતી. દેશમાં ઘણાં જ્વેલર્સ પાસે ક્રેડિટ પર મળેલો (જ્વેલરી બનાવનારા) સ્ટોક રહેલો છે. આવા ઘણાખરા સ્ટોરો લીઝ પરના હોય છે અને તેઓ જ્વેલરી ઈન્વેસ્ટમેન્ટ સ્કીમો ચલાવે છે, જેમાં નાણાં તો પબ્લિક પાસેથી ઊભા કરાય છે. જેઓ 11 મહિનાના માસિક હપ્તાથી ઘરેણાં ખરીદે છે, ગોલ્ડ ઈન્વેસ્ટમેન્ટ સ્કીમમાં ગ્રાહક 11 મહિનામાં માસિક હપ્તાની ચુકવણી કરે છે. 12 મહિના માટે વિનામૂલ્ય ઘરેણાં મેળવે છે. 

Published on: Tue, 12 Nov 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer