લતા મંગેશકર વેન્ટિલેટર પર

લતા મંગેશકર વેન્ટિલેટર પર
મુંબઈ, તા. 12 : સૂર સામ્રાજ્ઞી લતા મંગેશકર લંગ ઈન્ફેકશનની ગંભીર સમસ્યાથી પીડાતાં હોવાથી સોમવારે મુંબઈની બ્રિચકેન્ડી હૉસ્પિટલમાં દાખલ કરાયા હતા. હવે ડૉકટરનું કહેવું છે કે તેમની હાલત નાજુક છે અને વેન્ટિલેટર પર છે.
સૂત્રએ જણાવ્યું કે શ્વાસ લેવામાં તકલીફ પડતી હોવાથી સોમવારે બપોરે દોઢ વાગ્યે હૉસ્પિટલ લઈ જવાયા હતા, જ્યાં તેમને આઈસીયુમાં શિફટ કરાયા હતા.
ઈન્ટરનલ મેડિસિન ફિઝિશિયન ડૉકટર પ્રતીત સમદાનીના જણાવ્યા મુજબ તેમના ડાબા વેન્ટ્રિકયુલરમાં સમસ્યા સર્જાઈ છે અને તેઓ ન્યૂમોનિયાથી પણ પીડાઈ રહ્યા છે. તેમની તબિયત નાજુક છે, પણ છેલ્લા થોડા કલાકમાં સુધારો થઈ રહ્યો છે.
ડૉકટરોનું કહેવું છે કે ડાબા વેન્ટ્રિકયુલરથી સૌથી વધુ હાર્ટની પમ્પિંગ પાવરની સપ્લાય કરે છે અને નોર્મલ ફંકશન માટે આ સૌથી જરૂરી છે. આ હાલતમાં હૃદયના ડાબા હિસ્સાએ વધુ કામ કરવું પડે છે. બ્રિચકેન્ડી હૉસ્પિટલ પ્રશાસને તેમની તબિયત અંગે વધુ જાણકારી આપવાનું નકારી દીધું હતું.

Published on: Tue, 12 Nov 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer