``હેલ્લારો'''' ફિલ્મ વિવાદ : સાત લોકો સામે ફરિયાદ

અમદાવાદ, તા. 12 : અમદાવાદમાં ``હેલ્લારો'' ફિલ્મના ડાયરેક્ટર સહિત 7 લોકો સામે ફરિયાદ કરાઈ છે. આ ફિલ્મમાં જાતિવાચક શબ્દોનો ઉપયોગ કરાયો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. આક્ષેપ છે કે ફિલ્મમાં સરકાર દ્વારા પ્રતિબંધિત કરવામાં આવેલા શબ્દનો ઉલ્લેખ કરી ચોક્કસ જાતિનું અપમાન કરવામાં આવ્યું છે. ત્યારે દાણીલીમડાના કૉંગ્રેસી નેતાએ `હેલ્લારો' ફિલ્મના દિગ્દર્શક અભિષેક શાહ, ડાયરેક્ટર આશિષ સી. પટેલ, નીરવ સી. પટેલ, આયુષ પટેલ, મિત જાની, પ્રતિક ગુપ્તા, ડાયલોગ લખનાર સૌમ્ય જોશી સહિત 7 લોકો સામે ફરિયાદ નોંધાવતા કાગડાપીઠ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

Published on: Tue, 12 Nov 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer