અૉલિમ્પિક ક્વોલિફિકેશન નિશ્ચિત કરતો ગોલ સ્વપ્ન સમાન : રાની

અૉલિમ્પિક ક્વોલિફિકેશન નિશ્ચિત કરતો ગોલ સ્વપ્ન સમાન : રાની
ક્વોલિફાયરમાં મળેલી જીત યાદ કરી હોકી કૅપ્ટને કહ્યું, અૉલિમ્પિકમાં પદક જીતવું સંભવ
નવી દિલ્હી, તા. 12 : ભારતીય હોકી ટીમની કેપ્ટન રાની રામપાલના કહેવા પ્રમાણે છેલ્લા ત્રણ વર્ષમાં મહિલા ટીમના પ્રદર્શનને ધ્યાને લઈને ટોક્યો ઓલિમિપકમાં જીત સંભવ લાગી રહી છે. ક્વોલિફાયરમાં રાનીના નિર્ણાયક ગોલની મદદથી ભારતે જીત નોંધાવીને ઓલિમ્પિકની ટિકિટ મેળવી હતી. રાનીએ ભુવનેશ્વરમાં અમેરિકા સામેના ક્વોલિફાયર મેચમાં ગોલ કર્યો હતો અને સરેરાશના આધારે 6-5થી જીત મેળવી હતી.
રાનીએ કહ્યું હતું કે, સંયમ જાળવીને ગોલ કરવામાં સફળતા મેળવી હતી. ગોલ કરીને જ્યારે ટીમને ગળે મળી રહી હતી ત્યારે સપના જેવો અનુભવ થઈ રહ્યો હતો. રાનીએ ઉમેર્યું હતું કે, તે જ્યારે મેદાનમાં ઉતરી ત્યારે માત્ર 15 મિનિટની રમત બાકી હતી. આ દરમિયાન ત્રણ વર્ષની મહેનતને બરાબાદ ન થવા દેવાના નિર્ધારથી ગોલ કરવાનો પ્રયાસ કર્યો હતો. આ અગાઉ ચાર વર્ષ પહેલા ભારતીય મહિલા હોકી ટીમે રિયો ઓલિમ્પિક માટે ક્વોલિફાઈ કર્યું હતું. તેમાં પણ જાપાન સામેના મેચમાં રાનીએ મહત્વની ભૂમિકા ભજવી હતી.

Published on: Wed, 13 Nov 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer