હૉંગકૉંગ ઓપન : સૌરભ વર્માની શાનદાર શરૂઆત, મુખ્ય ડ્રોમાં પહોંચ્યો

હૉંગકૉંગ ઓપન : સૌરભ વર્માની શાનદાર શરૂઆત, મુખ્ય ડ્રોમાં પહોંચ્યો
હોંગકોંગ, તા. 12 : ભારતીય શટલર સૌરભ વર્માએ મંગળવારે બે ક્વોલિફાઈંગ મુકાબલામાં સીધી ગેમમાં જીત નોંધાવીને હોંગકોંગ ઓપન બેડમિંટન ટૂર્નામેન્ટના પુરૂષ એકલ વર્ગના મુખ્ય ડ્રોમાં પ્રવેશ કર્યો હતો. ક્વોલિફાયર્સમાં સૌરભે પહેલા થાઈલેન્ડના તાનોંગસાક સીસોમબૂનસુકને 21-15, 21-19થી અને પછી ફ્રાન્સના લુકાસ ક્લેરબોટને 21-19, 21-19થી હરાવીને મુખ્ય ડ્રોમાં જગ્યા બનાવી હતી. મુખ્ય ડ્રોના મુકાબલા બુધવારથી શરૂ થવાના છે. જેમાં પુરૂષ એકલમાં કિદામ્બી શ્રીકાંત, બી સાઈ પ્રણીત, સમીર વર્મા, એચએસ પ્રણય અને પારુપલ્લી કશ્યપ પણ ભાગ લેશે. શ્રીકાંત પહેલા દોરમાં વિશ્વના નંબર વન જાપાની ખેલાડી કેંટો મોમોટા સામે જ્યારે સૌરભનો ભાઈ સમીર તાઈપેના જુ વેઈ વાન સામે ટકરાશે. બી સાઈ પ્રણીતનો સામનો ચીનના શી યુ ક્વી સામે થશે.

Published on: Wed, 13 Nov 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer