નડાલ એટીપી ફાઇનલ્સની પહેલી મૅચમાં જેવરેવ સામે હાર્યો

નડાલ એટીપી ફાઇનલ્સની પહેલી મૅચમાં જેવરેવ સામે હાર્યો
સીધા સેટમાં મળી હાર : નંબર વનના તાજ ઉપર જોખમ
લંડન, તા. 12 : વિશ્વના નંબર વખત ખેલાડી રાયેલ નડાલને એટીપી ફાઇનલ્સ ટેનિસ ટૂર્નામેન્ટના પહેલા મેચમાં વર્તમાન ચેમ્પિયન એલેક્ઝાન્ડર જેવરેવ સામે સીધા સેટમાં હારનો સામનો કરવો પડયો છે. જ્યારે સ્ટીફેનોસ સિટસિપાસે પણ શાનદાર શરૂઆત કરી હતી. પોતાની કારકિર્દીમાં અત્યારસુધી એટીપી ફાઇનલ્સ ટૂર્નામેન્ટ જીતવામાં નાકામ રહેલો નડાલ ઈજામાંથી બહાર આવીને કોર્ટમાં ઉતર્યો હતો પણ જેવરેવે નડાલને 6-2, 6-4થી હરાવ્યો હતો. આંદ્રે અગાસી ગ્રુપમાં જ આ અગાઉ રમાયેલા મેચમાં સિટસિપાસે ડેનિલ મેદવેદેવને હરાવ્યો હતો. નડાલ માટે ટૂર્નામેન્ટ મહત્ત્વપૂર્ણ છે, કારણ કે તેમાં હારથી તે નોવાક જોકોવીચ સામે નંબર વનનું સ્થાન ગુમાવી શકે છે. જર્મનીના જેવરેવ સામે પહેલા નાડાલનો રેકોર્ડ 5-0 હતો પણ મેચમાં નડાલ શરૂઆતથી લય પકડી શક્યો નહોતો. બીજી તરફ જોકોવીચે રવિવારે મેટિયો બેરેટિનીને હરાવીને શાનદાર શરૂઆત કરી હતી. જ્યારે રોઝર ફેડરરને ડોમિનિક થીમ સામે હારનો સામનો કરવો પડયો હતો.

Published on: Wed, 13 Nov 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer