ડે-નાઈટ ટેસ્ટ પહેલાં ઇન્દોરમાં પિંક બૉલથી ટ્રેનિંગ કરશે ભારતીય ટીમ

ડે-નાઈટ ટેસ્ટ પહેલાં ઇન્દોરમાં પિંક બૉલથી ટ્રેનિંગ કરશે ભારતીય ટીમ
નવી દિલ્હી, તા. 12: ભારતીય ક્રિકેટ ટીમના પ્રબંધને બંગલાદેશ સામે 22થી 26 નવેમ્બરના ઇડન ગાર્ડનમાં થનારા ઐતિહાસિક ડે-નાઇટ ટેસ્ટ મેચ પહેલા મધ્યપ્રદેશ ક્રિકેટ સંઘ સમક્ષ વિરાટ કોહલી અને તેની ટીમ માટે ગુલાબી બોલ સાથે રાત્રે ટ્રેનિંગની વ્યવસ્થા કરવાની માગણી કરી છે. એમપીસીએના સચિવ મિલિંદ કાનમાડિકરે રાત્રીના ટ્રેનિંગ વ્યવસ્થાની માગ અંગે જાણકારી આપી હતી.
કાનમાડિકરના કહેવા પ્રમાણે મધ્યપ્રદેશ ક્રિકેટ સંઘ ખેલાડીઓ મદદ કરવા માટે પૂરી રીતે તૈયાર છે. જેથી ગુલાબી બોલનો સામનો કરવા માટે ખેલાડીઓ તૈયાર થઈ શકે છે. ભારતીય ટીમ તરફથી અનુરોધ કરવામાં આવ્યો હતો કે ખેલાડીઓ રાત્રીના ગુલાબી બોલથી પ્રેક્ટિસ કરવા માગે છે. જેથી પહેલા ડે-નાઇટ ટેસ્ટ માટે પૂરી રીતે તૈયાર થઈ શકે છે.

Published on: Wed, 13 Nov 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer