જર્મનીમાં ફૂટબૉલ મૅચ દરમિયાન વિપક્ષી ટીમના મૅનેજરને પાડયા : બે ટીમ વચ્ચે ઘર્ષણ

જર્મનીમાં ફૂટબૉલ મૅચ દરમિયાન વિપક્ષી ટીમના મૅનેજરને પાડયા : બે ટીમ વચ્ચે ઘર્ષણ
નવી દિલ્હી, તા. 12 : ફૂટબોલ મેચ દરમિયાન ઘણી વખત ખેલાડીઓ આક્રમક બને છે. આવી જ એક ઘટના જર્મનીની ફૂટબોલ લીગ બુંડેસલીગામાં જોવા મળી રહી હતી. લીગના એક મેચ દરમિયાન આઈત્રાચ ફ્રેન્કફર્ટના કેપ્ટન ડેવિડ અબ્રાહમે ફ્રીબર્ગની ટીમના મેનેજર ક્રિશ્ચિયન સ્ટ્રીચને ધક્કો મારીને પાડી દેતા મોટો વિવાદ થયો હતો. જર્મનીના ફ્રીબર્ગમાં રમાયેલા મેચની ઘટના બાદ અબ્રાહમને રેડ કાર્ડ બતાવી બહાર કરી દેવામાં આવ્યો હતો. આ દરમિયાન ફ્રીબર્ગના ખેલાડીઓ અને સ્ટાફ અબ્રાહમને પકડવા માટે દોડયા હતા અને બન્ને ટીમ વચ્ચે ઘર્ષણ થયું હતું. આ મુકાબલો ફ્રીબર્ગે 1-0થી જીત્યો હતો.

Published on: Wed, 13 Nov 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer