કરણ જોહર અમેરિકન પોપ સ્ટાર કેટી પેરી માટે રાખશે પાર્ટી

કરણ જોહર અમેરિકન પોપ સ્ટાર કેટી પેરી માટે રાખશે પાર્ટી
ત્રણ વર્ષ અગાઉ મ્યુઝિક બેન્ડ કોલ્ડ પ્લે ભારત આવ્યું ત્યારે શાહરૂખ ખાને પોતાના ઘરે પાર્ટી રાખી હતી અને પોતાના મિત્રોની ઓળખાણ કરાવી હતી. તેની પહેલાં એડ શીરીન ભારત આવ્યો ત્યારે બચ્ચન પરિવારે તેના સ્વાગતમાં પાર્ટી રાખી હતી. હવે આ જ પરંપરાને ફિલ્મ મેકર કરણ જોહર આગળ વધારશે. અમેરિકન પોપ સ્ટાર કેટી પેરી મુંબઈમાં પરફોર્મ કરવાં આવી રહી છે અને કરણે તેના માટે ભવ્ય પાર્ટીનું આયોજન કર્યું છે. કેટીના શોમાં બ્રિટિશ ગાયિકા દુઆ લીપા અને અમિત ત્રિવેદી પણ પરફોર્મ કરવાના છે. 
2012માં ઇન્ડિયન પ્રીમિયર લીગમાં પરફોર્મ કરનારી કેટી હવે 16મી નવેમ્બરે મુંબઈમાં પરર્ફોમ કરશે. ગઈ 28 અૉગસ્ટે જ તેણે ફરી ભારત આવી રહી હોવાની જાહેરાત કરી હતી. ભારતીય ચાહકો સાથે ડાન્સ કરવા હું આતુર છું એમ તેણે જણાવ્યું હતું. કોન્સર્ટ પહેલાં કરણે કેટી માટે પાર્ટી રાખી છે અને તેમાં વરુણ ધવન, રણબીર કપૂર, આલિયા ભટ્ટ, રણવીર સિંહ-દીપિકા પદુકોણ, અયાન મુખરજી, મલઇકા અરોરા જેવા મિત્રોને હાજર રહેવાનું જણાવી દેવામાં આવ્યું છે. 
નોંધનીય છે કે 2010માં કેટી લગ્ન કરવા ભારત આવી હતી. કલાકાર કોમેડિઅન રસેલ બ્રાન્ડે 2009માં તાજ મહલની સામે કેટી સમક્ષ લગ્નનો પ્રસ્તાવ મૂકયો હતો. કેટીએ રણથંભોર નેશનલપાર્ક પાસે આવેલા રિસોર્ટમાં લગ્ન કર્યા હતા, પરંતુ અફસોસ એ લગ્ન ઝાઝા ટકયા નહીં.

Published on: Wed, 13 Nov 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer