`ઇશ્કિયાં'' શ્રેણીની આગામી ફિલ્મ માટે તૈયાર છે નસીરુદ્દીન શાહ અને અરશદ વારસી

`ઇશ્કિયાં'' શ્રેણીની આગામી ફિલ્મ માટે તૈયાર છે નસીરુદ્દીન શાહ અને અરશદ વારસી
આજે ફિલ્મમેકર વિવિધ પ્રકાના વિષયો પરથી ફિલ્મ બનાવી રહ્યા છે. તો બીજી બાજુ જૂની ફિલ્મોની સિકવલનો પણ ટ્રેન્ડ ચાલે છે. 2010માં ફિલ્મેમકર વિશાલ ભારદ્વાજે ઇશ્કિયાં ફિલ્મ બનાવી હતી. આ ફિલ્મના દિગ્દર્શક અભિષેક ચૌબે હતા. આમાં નસીરુદ્દીન શાહ, અરશદ વારસી અને વિદ્યા બાલન હતા. 2014માં તેની સિકવલ જ  દેઢ ઇશ્કિયાં આવી. સિકવલમાં પણ મૂળ ફિલ્મના બંને કલાકારો નસીરુદ્દીન અને અરશદ જ હતા, પરંતુ વિદ્યાને સ્થાને માધુરી દીક્ષિત નેને હતી. હવે આ ફિલ્મની સિકવલ બનવાની હોવાની ચર્ચા થઈ રહી છે. અરશદે કહ્યું કે, થોડા દિવસ અગાઉ હું વિશાલને મળ્યો હતો અને અમે ઇશ્કિયાં શ્રેણીની ફિલ્મો વિશે ચર્ચા કરતા હતા. હું વિશાલ અને નસીર વિચારીએ છીએ કે દેઢ ઇશ્કિયાંની સિકવલ બનવી જોઇએ અને તેનું નામ પોને દો ઇશ્કિયાં રાખવું જોઇએ.
દેઢ ઇશ્કિયાંની સિકવલ ઉપરાંત અરશદ મુન્નાભાઈ શ્રેણીની ફિલ્મની આતુરતાપૂર્વક રાહ જોઇ રહ્યો છે. તેમ કહ્યું કે, રાજુ હિરાની પાસે ત્રણ પટકથા તૈયાર છે, પરંતુ તેને ત્રણે ગમતી નથી. મારા મતે તે ત્રણે સારી છે અને તેમાંથી બેસ્ટ ફિલ્મ બની શકે એમ છે. હું તેને તે પટકથા મારા જન્મદિનની ભેટ તરીકે આપવાનું કહેવાનું છું. તેને આમ પડતર મૂકી ન રખાય.

Published on: Wed, 13 Nov 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer