ફડણવીસ માટે 145 વિધાનસભ્યોનો ટેકો મેળવવા કામ કરીશ : રાણે

અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 12 : મહારાષ્ટ્રમાં ભાજપના સમર્થક વિધાનસભ્યોની સંખ્યા 145 થાય એ માટે પ્રયત્ન કરીશ. રાજ્યમાં સત્તાની સ્થાપનામાં વિલંબ થાય તે અયોગ્ય છે. ભાજપા નેતા દેવેન્દ્ર ફડણવીસને મેં સત્તા સ્થાપવા માટે પ્રયત્ન કરવાની ખાતરી આપી છે, એમ ભાજપના સાંસદ નારાયણ રાણેએ જણાવ્યું હતું.
રાણેએ પત્રકારોને જણાવ્યું હતું કે કૉંગ્રેસ, રાષ્ટ્રવાદી અને શિવસેનાની સરકાર બને એવું લાગતું નથી.
નારાયણ રાણેએ કહ્યું કે, સરકાર બનાવવા માટે જે પણ કરવું પડશે તે કરશું. શિવસેનાને બેવકૂફ બનાવવામાં આવી રહી છે. નથી લાગતું કે કોંગ્રેસ અને એનસીપી ઉદ્ધવની સાથે આવશે. 

Published on: Wed, 13 Nov 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer