યોગીને મળ્યા મુસ્લિમ ધર્મગુરુઓ, ચોક્ક્સ પ્રકારે જમીન આપવા કરી વિનંતી

લખનૌ તા. 12  : ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે ગઇકાલે સાંજે કેટલાક મુસ્લિમ ધર્મગુરુઓએ બેઠક યોજી હતી અને સુપ્રીમ કોર્ટે મસ્જિદ બનાવવા માટે જે પાંચ એકર જમીન આપવાનો આદેશ આપ્યો છે એ મુદ્દે મુખ્યપ્રધાન સાથે ચર્ચા કરી હતી.
આ ધર્મગુરુઓએ એવું સૂચવ્યું હતું કે, મસ્જિદની સાથોસાથ ઇસ્લામી યુનિવર્સિટી સ્થાપી શકીએ એ રીતે અમને પાંચ એકર જમીન ફાળવવામાં આવે. કેન્દ્રના લઘુમતી કલ્યાણ પ્રધાન મોહસીન રઝાની આગેવાની હેઠળના આ પ્રતિનિધિ મંડળમાં મૌલાના હમીદુલ હસન, મૌલાના સલમાન હુસૈન નદવી, મૌલાના ફરીદુલ હસન, મૌલાના યુસુફ હુસૈની અને બીજા પંદરેક મૌલવી-મૌલાનાનો સમાવેશ થતો હતો. 
મુખ્યપ્રધાન સાથેની તેમની બેઠક એક કલાક ચાલી હતી અને એમાં સુપ્રીમ કોર્ટના ચુકાદાને આવકારતાં યોગી આદિત્યનાથને પણ અભિનંદન આપ્યા હતા.

Published on: Wed, 13 Nov 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer