ફિકસ્ડ ડિપૉઝિટ ઉપરના વ્યાજના દરોમાં ફેરફાર કરતી સરકારી બૅન્કો

નવી દિલ્હી, તા. 12 : રીઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા રેપો રેઇટમાં સતત પાંચમી વખત ઘટાડા બાદ મોટી સરકારી અને ખાનગી બેંકો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, એક્સિસ બેંક, આઈસીઆઈસીઆઈ બેંક, તથા એચડીએફસી બેંકે પોતાના ફિકસ્ડ ડિપોઝીટના દરોમાં ફેરફાર કર્યા છે.
આ વ્યાજ દરના સુધારા મુજબ સાત દિવસથી માંડીને 10 વર્ષ સુધીની અવધીની એફડી ઉપર સામાન્ય નાગરિકને 4.5% થી 6.25% અને સિનીયર સિટીઝનને 5% થી 6.75% જેટલું
વ્યાજ આપી રહી છે. એસબીઆઈની એફડી ઉપર નવા દરો 10મી નવેમ્બરથી અમલી બની ગયા છે. 
એસબીઆઈમાં 7-35 દિવસ માટે 4.50%, 46-179 દિવસ માટે 5.50%, 180-210 દિવસ માટે 5.80%, 211-1 વર્ષ માટે 5.80%, 1-2 વર્ષ માટે 6.25%, 2-3 વર્ષ માટે 6.25%, 3-4 વર્ષ માટે 6.25% અને 5-10 વર્ષ માટે 6.25% વ્યાજ મળશે.
જ્યારે એક્સિસ બેંકમાં 7-14 દિવસ માટે 3.5%, 15-29 દિવસ માટે 4.25%, 30-45 દિવસ માટે 5%, 46-5 મહિના માટે 5.50%, 6-9 મહિના 6%, 9-11 મહિના 6.25%, 11 મહિના 25 દિવસથી-1 વર્ષ 6.55%, 1-દોઢ વર્ષ 6.45%, દોઢ વર્ષ-2 વર્ષ 6.80%, 2-3 વર્ષ 6.85%, 3-10 વર્ષ 6.75% વ્યાજ દર રહેશે.

Published on: Wed, 13 Nov 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer