સુરતમાં કાપડ માર્કેટો ફરી ધમધમતી થઈ

સુરતમાં કાપડ માર્કેટો ફરી ધમધમતી થઈ
સુરત, તા. 12 : આમ તો કાપડ માર્કેટોમાં પાંચ દિવસનું દિવાળી વેકેશન પડતું હોય છે, પરંતુ આ વખતે દિવાળી વેકેશન પાંચ દિવસનાં બદલે દસ દિવસનું પડયું હોય તેવો માહોલ ઊભો થયો હતો. ગત સપ્તાહે રીંગ રોડ સ્થિત 156થી વધુ કાપડ માર્કેટોમાં માંડ 30 ટકા દુકાનો ખૂલી હતી. ચાલુ સપ્તાહનાં પ્રથમ દિવસથી તમામ કાપડ માર્કેટો રાબેતા મુજબ ધમધમતી થઈ છે. સતત ટ્રાફિકથી ઊભરાતાં રીંગ રોડ વિસ્તારમાં પાછલાં દસ દિવસથી સન્નાટો પ્રસર્યો હતો. ચાલુ સપ્તાહથી ફરીથી માર્કેટ વિસ્તારમાં ચહલપહલ વધતાં વેપારીઓનો ઉત્સાહ વધ્યો છે. પાછલાં બે વર્ષથી મંદીનો માર સહન કરી રહેલાં કાપડનાં વેપારીઓ ઊઘડતાં વેકેશનથી સારા વેપારની આશા રાખી રહ્યા છે. ચોમાસું સારું નિવડયા બાદ ગામડાંની ખરીદી પૂરજોશમાં શરૂ થશે તેવી આશા છે. 

Published on: Wed, 13 Nov 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer