અયોધ્યા : કાર્તિકી પૂર્ણિમાએ લાખો શ્રદ્ધાળુઓનું પવિત્ર સ્નાન

અયોધ્યા : કાર્તિકી પૂર્ણિમાએ લાખો શ્રદ્ધાળુઓનું પવિત્ર સ્નાન
અયોધ્યા, તા. 12 : રામની નગરી અયોધ્યામાં કાર્તિકી પુર્ણિમાના અવસર પર મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડયા હતા. સઘન સુરક્ષા વ્યવસ્થા વચ્ચે કાર્તિકી પુર્ણિમાંના અવસર પર કાર્તિક પુર્ણિમા સ્નાન માટે દુર દુરથી શ્રદ્ધાળુઓ પહોંચી ગયા હતા અયોધ્યા પહોંચી ગયેલા શ્રદ્ધાળુઓએ સરયુ નદીમાં આસ્થાની ડુબકી લગાવી હતી. અલબત રામ જન્મભૂમિ મામલે સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલા ચુકાદાના કારણે કેટલાક નિયંત્રણો લાગુ હતા. જો કે શ્રદ્ધાળુઓમાં જોરદાર ધસારો જોવા મળ્યો હતો. ગયા વર્ષની તુલનામાં આ વખતે નિયંત્રણોના કારણે પ્રમાણમાં ઓછા શ્રદ્ધાળુઓ પહોંચ્યા હોવા છતાં સરયુ નદીના કિનારે હાઉસફૂલની સ્થિતિ જોવા મળી હતી.
 

Published on: Wed, 13 Nov 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer