કાર્તિક પૂર્ણિમાના અવસરે ભવ્ય મહાઆરતીથી બાણગંગા ઝળહળાં

કાર્તિક પૂર્ણિમાના અવસરે ભવ્ય મહાઆરતીથી બાણગંગા ઝળહળાં
કાર્તિકી પૂર્ણિમાના અવસરે મંગળવારે મુંબઈનું ઐતિહાસિક તીર્થસ્થાન બાણગંગા એક હજારથી વધુ દીવાથી ઝળહળા થયું હતું અને વારાણસીમાં ગંગા આરતી થાય છે એ રીતે બાણગંગામાં મહાઆરતીનો ભવ્ય કાર્યક્રમ થયો હતો. રાજ્યમાં ધાર્મિક પર્યટનને પ્રોત્સાહિત કરવા માટે મહારાષ્ટ્ર ટૂરિઝમ ડેવલપમેન્ટ કોર્પોરેશન (એમટીડીસી) અને ગૌડ સારસ્વત બ્રાહ્મણ (જીએસબી) મંદિર ટ્રસ્ટ દ્વારા આયોજિત આ ભવ્ય મહાઆરતી સાંજે સાડા છ વાગ્યે શરૂ થઈ હતી. જેમાં ઇન્ટરનૅશનલ સોસાયટી ફોર કૃષ્ણ કોન્સિયસનેસ (ઇસ્કોન)ના અધ્યાત્મિક ગુરુ ગૌરાંગ પ્રભુ ઉપસ્થિત રહ્યા હતા            Published on: Wed, 13 Nov 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer