બાબુલનાથ મંદિરેથી ચંપલ ચોર પકડાયો

મુંબઈ, તા. 13 : બાબુલનાથ મંદિર પાસેથી એક ઉદ્યોગપતિને ત્યાં કામ કરતા સિક્યુરિટી અૉફિસર રવીન્દ્ર સિંહના રૂા. 13,000ના સ્પોર્ટ્સ શૂઝ ચોરી જનાર મનાતા પંકજ ચવાણ (44)ની પોલીસે ધરપકડ કરી છે.
સોમવારે આરોપી એ મંદિરમાં દેખા દેતા મંદિરના ગાર્ડોએ પોલીસને સતર્ક કરતા તે પકડાઈ ગયો હતો. આરોપીએ શૂઝ ચોર બજારમાં વેચી નાખ્યાનું જાણવા મળ્યું છે. ગામદેવી પોલીસ સ્ટેશન વધુ તપાસ ચલાવી રહી છે.
સામાન્ય રીતે પોલીસ ચંપલ ચોરાવાની ફરિયાદ નોંધતી નથી, પરંતુ આ કિસ્સામાં તેને સિક્યુરિટી અૉફિસરની ફરિયાદની એફઆઈઆર નોંધી તપાસ આદરી હતી.

Published on: Wed, 13 Nov 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer