ગ્રાન્ટ રોડમાં ક્રિકેટ પર સટ્ટો : બે પકડાયા

મુંબઈ, તા. 13 : પોલીસે દક્ષિણ મુંબઈના બે બુકીઓ પર પાડેલા દરોડા મારફત ક્રિકેટના સટ્ટા અંગેની નવી પદ્ધતિ માલૂમ પડી છે, જેમાં આના સટ્ટામાં મોબાઈલ ઍપ્સનો ઉપયોગ થઈ રહ્યાનું જાણવા મળ્યું છે.
ડીબી માર્ગ પોલીસે ચોક્કસ માહિતીના આધારે સોમવારે ગ્રાંટ રોડની બાલારામ સ્ટ્રીટમાં આવેલી એક દુકાન પર દરોડા પાડયા હતા. અને ત્યાં અફઘાનિસ્તાન તથા વેસ્ટ ઇન્ડિઝ વચ્ચેની વન-ડે ક્રિકેટ મેચ પર સટ્ટો સ્વીકારતા વીકી સુરેશ જૈન (30) અને રાજેશ માંગીલાલ જૈન (35)ની ધરપકડ કરી હતી. આ બંને મોબાઈલ ઍપ્સથી `બેટ્સ' સ્વીકારતા હતા. પોલીસે તેઓ પાસેથી રૂા. 3.85 લાખ અને ચાર સેલફોન્સ જપ્ત કર્યા હતા.
આ આરોપીઓએ દુકાન એ એગ્રીમેન્ટ પર લીધી હતી કે તેઓ ત્યાં મોટરસાઈકલના સ્પેર પાર્ટ્સની દુકાન ચલાવશે, પણ તેના બદલે ``બેટિંગ રેકેટ'' ચલાવાતું હતું.

Published on: Wed, 13 Nov 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer