મુંબઈ, પુણે, શિરડી વચ્ચે 18 નવે.થી ચોપર સેવા

મુંબઈ, તા. 13 : મુંબઈ, પુણે અને શિરડી વચ્ચે પ્રવાસ કરતા લોકો માટે 18 નવેમ્બરથી વધુ એક વાહનવ્યવહારની સગવડ ઉપલબ્ધ બનશે. અમેરિકા સ્થિત અને ઉબેર અૉક હેલિકૉપ્ટર સર્વિસીસ તરીકે ઓળખાતી બ્લેડ (ઇકઅઉઊ) આ શહેરો વચ્ચે ચોપર હેલિકૉપ્ટર સર્વિસીસ શરૂ કરી રહી છે.
અમેરિકામાં બ્લેડ સૌથી મોટી ચોપર સેવા આપે છે. તેણે ગયા વર્ષે જાહેર કર્યું હતું કે માર્ચ, 2019થી મુંબઈ સર્વિસીસ શરૂ કરવાની યોજના છે. કંપની હવે આ ત્રણ શહેરો વચ્ચે બેઠકના આધારે ચોપર ફલાઈટ્સ શરૂ કરવા માગે છે.
બ્લેડ ઇન્ડિયાના પ્રવક્તાએ જણાવ્યું હતું કે આ સેવાની શરૂઆતમાં મુંબઈ-પુણે માટે મુસાફરી ભાડું રૂા. 19,900, મુંબઈ-શિરડી માટે રૂા. 21900 અને પુણે-શિરડી માટે રૂા. 18900 (જીએસટી વગર) રહેશે.

Published on: Wed, 13 Nov 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer