શિવસેનાની અરજીની તાત્કાલિક સુનાવણી નહીં

નવી દિલ્હી, તા. 13 : ગવર્નરે સરકાર રચવા માટેની મુદત માત્ર 24 કલાકની આપી હોવાની ફરિયાદ શિવસેના દ્વારા કરવામાં આવી હતી. આ મામલે શિવસેનાએ સુપ્રીમ કોર્ટમાં તાત્કાલિક સુનાવણી હાથ ધરવાની વિનંતી ચીફ જસ્ટિસને કરી હતી. શિવસેના વતી કૉંગ્રેસના નેતા અને વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલને અરજી કરી હતી. જોકે, સુપ્રીમ કોર્ટે આ મામલે તાત્કાલિક સુનાવણી કરવાનું નકારી દીધું હતું.
શિવસેનાની દલીલ હતી કે ગવર્નરે ભાજપને સરકાર રચવા 48 કલાક આપ્યા હતા ત્યારે અમને માત્ર 24 કલાક આપ્યા એ અન્યાયજનક છે. ગવર્નરે તમામ પક્ષોને સમાન તક આપવી જોઈએ. શિવસેના ઉપરાંત એનસીપીને પણ સરકાર રચવાનો દાવો કરવા 24 કલાકની મુદત આપી હતી.

Published on: Wed, 13 Nov 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer