કાર્તિકી પૂર્ણિમાના અવસરે મંગળવારે મુંબઈનું ઐતિહાસિક તીર્થસ્થાન બાણગંગા એક હજારથી વધુ દીવાથી ઝળહળા થયું હતું અને વારાણસીમાં ગંગા આરતી થાય છે એ રીતે બાણગંગામાં મહાઆરતીનો ભવ્ય કાર્યક્રમ થયો હતો. રાજ્યમાં ધાર્મિક પર્યટનને પ્રોત્સાહિત કરવા માટે મહારાષ્ટ્ર ટૂરિઝમ ડેવલપમેન્ટ કોર્પોરેશન (એમટીડીસી) અને ગૌડ સારસ્વત બ્રાહ્મણ (જીએસબી) મંદિર ટ્રસ્ટ દ્વારા આયોજિત આ ભવ્ય મહાઆરતી સાંજે સાડા છ વાગ્યે શરૂ થઈ હતી. જેમાં ઇન્ટરનૅશનલ સોસાયટી ફોર કૃષ્ણ કોન્સિયસનેસ (ઇસ્કોન)ના અધ્યાત્મિક ગુરુ ગૌરાંગ પ્રભુ ઉપસ્થિત રહ્યા હતા
Published on: Wed, 13 Nov 2019
કાર્તિકી પૂર્ણિમાના અવસરે મંગળવારે મુંબઈનું ઐતિહાસિક તીર્થસ્થાન બાણગંગા એક હજારથી વધુ દીવાથી ઝળહળા
