સેબીના ત્વરિત પગલાંથી કાર્વીના 93 ટકા રોકાણકારોને શૅર પાછાં મળી ગયા

સેબીના ત્વરિત પગલાંથી કાર્વીના 93 ટકા રોકાણકારોને શૅર પાછાં મળી ગયા
સેબીના ત્વરિત પગલાંથી
મુંબઈ, તા.2 : કાર્વી સ્ટોક બ્રોકિંગના 90,000 ગ્રાહકોમાંથી 93 ટકા જેટલા ગ્રાહકો (83,000 થી પણ વધુ) રોકાણકારોએ $2,013.77 કરોડની સિક્યુરિટીઝ પરત મેળવી છે. આ સિક્યુરિટીઝ બ્રોકર્સે ખોટી રીતે પ્લેજ્ડ કરી હતી. એનએસડીએલએ કહ્યું કે, સેબીના આદેશ અને એનએસઈના નેજા હેઠળ સિક્યુરિટીઝ સંબંધિત ગ્રાહકોના ડિમેટ ખાતામાં ફરી ટ્રાન્સફર કરવામાં આવી છે. 
કાર્વી તેના ગ્રાહકોને ચૂકવણીમાં ડિફોલ્ટ થતાં સેબીએ આ કેસમાં પગલાં લેવાનું શરૂ કર્યું હતું, તે પછી ખબર પડી કે બ્રોકર કંપની તેના ગ્રાહકોની સિક્યુરિટીઝનો ઉપયોગ ગેરકાયદે ભંડોળ એકત્ર કરવા માટે કરતી હતી. બીએસઈ અને એનએસઈએ તે પછી કાર્વીનું ટ્રેડિંગ લાઈસન્સ સસ્પેન્ડ કર્યું હતું. 
સૂત્રોએ કહ્યું કે, રોકાણકારોના હિતોનું રક્ષણ કરવા માટે ઉપરોક્ત પગલાં લેવાયા હતા. સેબીએ આ કેસમાં સમયસર દખલગીરી કરતા પીએમસી બૅન્ક જેવી કટોકટી થતા અટકી હતી. રોકાણકારોને તેમની સિક્યુરિટીઝ પરત મળી છે. જો થોડુ વિલંબ થયું હોત તો કાર્વીએ આ સિક્યુરિટીઝનો ઉપયોગ બૅન્કમાં પ્લેજ્ડ કરવા અથવા પર્સનલ લોન માટે કર્યો હોત.

Published on: Tue, 03 Dec 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer