હું હંમેશા કંઇક નવું કરવા માગું છું : અનિલ કપૂર

હું હંમેશા કંઇક નવું કરવા માગું છું : અનિલ કપૂર
અભિનેતા અનિલ કપૂર એક સ્થાને અટકી જવા માગતો નથી. તેણે કહ્યું હતું કે, મારો પ્લાન એકદમ સરળ છે. મારે ગઇ કાલ કરતા આજે વધુ સારું કામ કરવું છે. તમે જયારે પડકારરૂપ સ્થિતિમાં મુકાઓ છો ત્યારે જ તમારો વિકાસ થાય છે. આથી જયારે તમે કોઇ સ્થિતિમાં સુવિધાજનક અનુભવો ત્યારે તે જગ્યાએથી ખસીને કંઇક નવું શીખો. 
1979માં ઉમેશ મહેરાની ફિલ્મ હમારે તુમ્હારેમાં નાની ભૂમિકા ભજવીને બૉલીવૂડમાં પ્રવેશેલા અનિલે પોતાનો માર્ગ પોતે જ કંડાર્યો હતો અને વો સાત દિન, તેઝાબ, 1942 અ લવ સ્ટોરી જેવી ફિલ્મો કરીને સ્ટાર બન્યો હતો. વર્ષોના વીતવા સાથે અનિલ વધુ પરિપકવ થયો છે પરંતુ તેના જીવનનું ધ્યેય ખાસ બદલાયું નથી. તેણે કહ્યું હતું કે, પહેલેથી મારા જીવનનું ધ્યેય એક જ રહ્યું છે કે ગઇકાલ કરતા  આજે વધુ સારો અભિનય કરવો. હું વરસોથી આ જ કરતો આવ્યો છું એટલે જ લોકોનો મારામાં રસ જળવાઇ રહ્યો છે.  
નોંધનીય છે કે હવે અનિલની મલંગ અને તખ્ત એમ બે ફિલ્મો આવી રહી છે અને તેનો દીકરો હર્ષવર્ધન તથા દીકરી સોનમ ફિલ્મ કલાકારો બની ગયા છે. જયારે બીજી એક દીકરી ફિલ્મનિર્માત્રી છે.

Published on: Tue, 03 Dec 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer