પોખરા, તા. 2 : ભારતે 13મા દક્ષિણ એશિયન રમતના પહેલા દિવસે ટ્રાયથલોનમાં એક ગોલ્ડ, બે રજત અને એક કાંસ્ય પદક જીત્યો હતો. આદર્શ એમ એન સિનિમોલે પુરૂષોના વ્યક્તિગત ટ્રાયથલોનમાં ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. જ્યારે વિશ્વજીત શ્રીખોમે રજત પદક જીત્યો હતો. સરોજિની દેવી અને મોહન પ્રજ્ઞાએ મહિલાઓના વ્યક્તિગત વર્ગમાં રજત અને કાંસ્ય પદક જીત્યો હતો. વ્યક્તિગત ટ્રાયથલોન વર્ગમાં 750 મીટર તરણ, 20 કિમી બાઈક રેસ અને પાંચ કિમી દોડ સામેલ છે. સિનિમોલે એક મિનિટ 2.51 સેકન્ડનો સમય લઈને ગોલ્ડ મેડલ જીત્યો હતો. જ્યારે વિશ્વજીત આઠ સેકન્ડ પાછળ રહ્યો હતો. નેપાળના બસંત થારુને કાંસ્ય પદક મળ્યો હતો.
Published on: Tue, 03 Dec 2019
ભારતને ટ્રાયથલોનમાં એક ગોલ્ડ, બે રજત અને એક બ્રોન્ઝ મેડલ
