અયોધ્યા : જમિયતે કરી સમીક્ષા અરજી

નવી દિલ્હી, તા. 2 : અયોધ્યા વિવાદ મામલામાં સુપ્રીમ કોર્ટના ફેંસલાને પડકારતાં મુસ્લિમ સંસ્થા જમિયત-ઉલેમા-એ-હિન્દે સોમવારે સમીક્ષા અરજી કરી હતી.
જમિયત દ્વારા કરાયેલી આ અરજીમાં સુપ્રીમ કોર્ટના ફેંસલામાં મોજૂદ અંતર્વિરોધોને આધાર બનાવાયા છે. સમીક્ષા અરજીની નકલને ટાંકતાં એક અહેવાલમાં આ અંગે વિગતો અપાઇ છે.
આ નકલમાં સુપ્રીમ કોર્ટની ટિપ્પણીના સંદર્ભ સાથે મસ્જિદ ધ્વસ્ત કરાઇ હોવા અંગેનો ઉલ્લેખ જમિયતની સમીક્ષા અરજીમાં કરાયો છે. જમિયતના મહામંત્રી મૌલાના અશદરશીદી તરફથી અરજી દાખલ કરાઇ હતી. આ સંસ્થા અયોધ્યા મામલામાં મુસ્લિમ પક્ષના 10 અરજદારોમાંથી એક છે. અરજીમાં જણાવાયું છે કે, માનનીય અદાલતે પોતાના ફેંસલામાં મસ્જિદ ધ્વસ્ત કરવાનાં કૃત્યને દોષપૂર્ણ ગણાવ્યું હતું. તેમ છતાં આખો ફેંસલો સંપૂર્ણપણે હિન્દુ પક્ષકારોની તરફેણમાં કરાયો. ખાસ ઉલ્લેખનીય છે કે, ત્રણ સપ્તાહ પહેલાં સુપ્રીમ કોર્ટે અયોધ્યા મામલે ફેંસલો આપ્યા બાદ કેટલીક મુસ્લિમ સંસ્થાઓએ ફેંસલા સામે અપીલ નહીં કરવાની વાત કરી હતી.

Published on: Tue, 03 Dec 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer