શિવાંગી ભારતીય નૌકાદળની પ્રથમ મહિલા પાઈલટ બની

શિવાંગી ભારતીય નૌકાદળની પ્રથમ મહિલા પાઈલટ બની
કોચ્ચી, તા. 2 : સબલેફનન્ટ શિવાંગી ભારતીય નૌકાદળની પ્રથમ પાઈલટ બની ગઇ છે. તે સોમવારે કોચ્ચી નેવલ બેઝ પર તૈનાત થયાં હતાં. શિવાંગી ડોનિયર સર્વિલાંસ એરક્રાફટ ઉડાવશે. ખાસ ઉલ્લેખનીય છેકે, ચાલુ વર્ષે વાયુદળમાં પણ લેફટનન્ટ ભાવના કાંત યુદ્ધ તવમાન ઉડાવનાર પ્રથમ મહિલા પાઈલટ બન્યા હતાં. મળતી માહિતીમુજબ, શિવાંગી હિન્દુસ્તાન એરોનોટિકસ લિ. દ્વારા તૈયાર કરાયેલું ડોનિયર 228 એરક્રાફટ ઉડાવશે. આ વિમાનને ઓછા અંતરના સમુદ્રી મિશન માટે મોકલાશે. ડોનિયરમાં એડવાંસ સર્વિલન્સ રડાર, ઇલેકટ્રોનિક સેંસર અને નેટવર્કિંગ જેવી અનેક આધુનિક સુવિધાઓ છે.

Published on: Tue, 03 Dec 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer