પાણીકાપ હવે 7-13 ડિસેમ્બરે

મુંબઈ, તા. 3 : બીએમસીએ મુંબઈભર માટે 3થી 9 ડિસેમ્બર માટે  પ્રસ્તાવિત પાણીકાપ મુલતવી રાખ્યો છે. પાણીકાપ હવે 7થી 13 ડિસેમ્બર માટે અમલી બનશે. અધિકારીઓના જણાવ્યા મુજબ આમ કરવાનું કારણ એ છે કે 6ઠ્ઠી ડિસેમ્બરે ડૉ. બાબાસાહેબ આંબેડકરની મૃત્યુતિથિ છે ત્યારે લાખ્ખોની સંખ્યામાં તેમના અનુયાયીઓની દાદરની ચૈતન્યભૂમિ પર મોટી ભીડ જામશે. ગયા વર્ષે નબળા વરસાદે મુંબઈને 8 માસ માટે 10 ટકા પાણીકાપનો સામનો કરવો પડયો હતો.

Published on: Tue, 03 Dec 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer