350 બિનઆવશ્યક ચીજો પર આયાત નિયંત્રણ આવશે

નવી દિલ્હી, તા. 3 : સરકારે 350 બિનઆવશ્યક ચીજવસ્તુઓ જેમાં રમકડાંથી માંડીને ટૅક્સ્ટાઈલ પ્રોડક્ટ્સ, પગરખાં અને ઈલેક્ટ્રોનિક સામાનો સમાવિષ્ટ છે તે અલગ પાડ્યા છે અને તેના પર કેટલાંક પગલાં લેવાનું વિચાર્યું છે જેમાં કસ્ટમ્સ ડયૂટી વધારવાનું અને ક્વૉલિટી કંટ્રોલનું નિયમન કડક બનાવી તેની આયાતને ઘટાડવા દ્વારા સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન આપવાનું વગેરે સમાવિષ્ટ છે. વધુમાં જાહેરક્ષેત્રની કંપનીઓને પણ જરૂરી પ્રોડક્ટ્સની યાદી તૈયાર કરવા સૂચના આપી છે જેના લીધે સ્થાનિક ઉદ્યોગને તેની જરૂરિયાત કેટલી છે એની જાણકારી મળી રહે.

Published on: Tue, 03 Dec 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer