કાંદાનો રૂા. 7100નો વિક્રમી ઊંચો ભાવ

પુણે, તા. 3 : દેશની સૌથી મોટી કાંદાની જથ્થાબંધ બજાર લાસલગાંવમાં તેનો ઉનાળુ પાકનો સ્ટૉક લગભગ પૂરો થઈ જતાં ભાવ પણ ક્વિન્ટલ દીઠ રૂા. 7100ની માત્ર આ સિઝનની નહીં બલકે 72 વર્ષ જૂની એપીએમસીના ઇતિહાસમાં પણ સૌથી ઊંચી સપાટી બનાવી છે. નાસિક જિલ્લાની લગભગ બધી એપીએમસીમાં આજ પ્રકારનો ટ્રેન્ડ જોવાયો છે. જ્યારે તેની પેદાશના પિમ્પલગાંવમાં લાલ કાંદાનો ભાવ ક્વિન્ટલ દીઠ રૂા. 7500 તો ગોલ્ટી કાંદાના રૂા. 9500 બોલાયા છે. તો કલવા એપીએમસીમાં સરેરાશ ભાવ ક્વિન્ટલ દીઠ રૂા. 9500ને વટાવી ગયા છે, જ્યાં મહત્તમ ઊંચાઈ રૂા. 11000ની છે, જ્યારે યેઓલામાં ભાવ ક્વિન્ટલ દીઠ રૂા. 11300 બોલાયા હતા.

Published on: Tue, 03 Dec 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer