IPL મૅચોમાં હશે પાંચ અમ્પાયર!

IPL મૅચોમાં હશે પાંચ અમ્પાયર!
મુંબઈ, તા. 3 : અમ્પાયરની એક ભૂલ અને એક ટીમની હાર અને બીજી ટીમની જીત નક્કી. આઈપીએલ 2019 સિઝનમાં કંઈક એવું જ જોવા મળ્યું હતું. ટુર્નામેન્ટ દરમિયાન મેદાનમાં ઊભેલા અમ્પાયરોએ અનેક પ્રસંગે નૉ બૉલ મિસ કર્યા જેના કારણે એક ટીમને હારનો સામનો કરવો પડ્યો. અમ્પાયરોની આ ભૂલના કારણે ઘણો વિવાદ પણ થયો, પરંતુ હવે બીસસીઆઈના અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ આ ભૂલને રોકવા માટે મન બનાવી લીધું છે. 
મીડિયા રિપોર્ટ્સ મુજબ, ટૂંક સમયમાં આઈપીએલમાં નૉ બૉલ માટે એક સ્પેશિયલ અમ્પાયર નિયુક્ત કરી શકાય છે. મુંબઈમાં મળેલી ગવર્નિંગ કાઉન્સિલની બેઠકમાં નૉ બૉલના મુદ્દે ચર્ચા થઈ અને ત્યારબાદ સૌરવ ગાંગુલીએ તેને ધ્યાને લઈ એક મહત્ત્વનો નિર્ણય લીધો. રિપોર્ટ મુજબ, સૌરવ ગાંગુલીએ એજીએમ દરમિયાન નિર્ણય લીધો કે ફ્રન્ટ ફૂટ નૉ બૉલ પર સતત થર્ડ અમ્પાયર નજર રાખશે. બીસીસીઆઈએ એ પણ નિર્ણય લીધો છે કે ટૂંક સમયમાં આઈપીએલમાં માત્ર નૉ બૉલ પર નજર રાખવા માટે વધુ એક અમ્પાયર રાખવામાં આવશે. 

Published on: Tue, 03 Dec 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer