સંજુ જોઇને અર્જુન કપૂર રડી પડયો હતો

સંજુ જોઇને અર્જુન કપૂર રડી પડયો હતો
બૉલીવૂડ અને સંગીત ભારતીયોના ધર્મ બની ગયા છે. આ જ બાબતને ધ્યાનમાં રાખીને ઝી ટીવીએ `મ્યુઝિક કાઉન્ટડાઉન શો પ્રો મ્યુઝિક કાઉન્ટડાઉન' શરૂ કર્યો છે. આ શૉનું સંચાલન રેડિયો જોકી સિદ્ધાર્થ કાનન કરે છે. આમાં બૉલીવૂડના સુપરહીટ ગીતોને ચેટ શૉ ફોર્મેટમાં દેખાડવામાં આવે છે. 15 ડિસેમ્બરે સાંજના છ વાગ્યે પ્રસારિત થનારા આ શૉના એપિસોડમાં ગેસ્ટ તરીકે અર્જુન કપૂર અને ક્રીતિ સેનન જોવા મળશે અને દર્શકોને આ બંને કલાકારોની અનોખી બાજુ દેખાશે. ફિલ્મ સંજુ જોયા બાદ પોતાની શું સ્થિતિ થઇ હતી તે અર્જુને જણાવ્યું હતું. તેણે કહ્યું હતું કે, સંજુ કઇ રીતે કેફી દ્રવ્યોની આદતનો ભોગ બને છે અને તેને છોડવા માટે તેણે કેવો સંઘર્ષ કર્યો હતો તે જોતાં મને રડવું આવી ગયું હતું. મારી મમ્મી કૅન્સરની બીમારીમાં પીડાઇ હતી. આથી મેં જ્યારે તે દૃશ્ય જોયું ત્યારે મને ભૂતકાળ યાદ આવી ગયો હતો અને હું રડી પડયો હતો. નોંધનીય છે કે માતાના મૃત્યુનો ઊંડો આઘાત અર્જુનને લાગ્યો હતો અને હવે તે કૅન્સર વિશે જાગૃતિ લાવવાનું કામ પણ કરી રહ્યો છે. 

Published on: Sat, 14 Dec 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer