કલર્સ પર નાગિન ભાગ્ય કા ઝહરીલા સફર શરૂ થશે

કલર્સ પર નાગિન ભાગ્ય કા ઝહરીલા સફર શરૂ થશે
કલર્સ ટીવી પરથી પ્રસારિત થતો લોકપ્રિય શૉ નાગિન છે. લોકકથા પર આધારિત આ શૉની નવી સિઝનની પ્રેક્ષકો આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. હવે તેમની પ્રતીક્ષાનો અંત આવવાનો છે અને શનિવાર 14 ડિસેમ્બરથી દર શનિ-રવિવારે રાતના આઠ વાગ્યે `નાગિન : ભાગ્ય કા ઝહરીલા સફર' પ્રસારિત થશે. આ વખતની કથા નાગિનની દીકરી નયનતારા અને બ્રિન્દાના જીવન પર આધારિત હશે. આ બંને પાત્રો બે અંતિમો જેવા છે. તેમના ભૂતકાળની વરવી અસર તેમના ભવિષ્ય પર થવાની છે. નયનતારા વેરથી ભરેલી છે તેની ઇચ્છા માતાપિતાને હેરાન કરનારા સાથે બદલો લેવાની છે. જયારે બ્રિન્દા સરળ અને પ્રેમાળ છે. નયનતારા કઇ રીતે બદલો લે છે તે જોવું રસપ્રદ બની રહેશે. નાગ પોતાને હેરાન કરનારને ભૂલતા કે માફ કરતા નથી તે બાબતને ધ્યાનમાં રાખીને સ્ટોરી લખવામાં આવી છે. સિરિયલમાં નિયા શર્મા, જસ્મીન ભસીન, વિજયેન્દ્ર કુમેરિયા, સયન્તની ઘોષ જેવાં કલાકારો છે. આ ઉપરાંત શાલીન ભનોત, સુપ્રિયા શુક્લા, ગીતાંજલિ ટીકેકર અને રાખી વિજન મહત્ત્વના પાત્રમાં જોવા મળશે.

Published on: Sat, 14 Dec 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer