પ્રિયંકા અને નીકની સંગીત સેરેમની પર આધારિત શૉની તૈયારી

પ્રિયંકા અને નીકની સંગીત સેરેમની પર આધારિત શૉની તૈયારી
પ્રિયંકા ચોપરા અને તેના પતિ નીક જોનાસ વચ્ચે ઘણી બાબતોમાં સામ્યતા છે. આમાંથી એક મુખ્ય બાબત છે સંગીત. બંને સંગીતપ્રેમી છે અને આ બાબત તેમને જીવનભર જોડી રાખશે એમ તેમનું માનવું છે.  હાલમાં આ દંપતી એક પ્રી-વેડિંગ સંગીત સેરેમનીની થીમ પર આધારિત કાર્યક્રમનું નિર્માણ કરવાની છે. આ શૉનું શીર્ષક હજુ નક્કી થયું નથી. નોંધનીય છે કે 2018ના ડિસેમ્બર મહિનામાં લગ્નગ્રંથિથી જોડાનાર પ્રિયંકા-નીકે ગત સપ્તાહે જ લગ્નજીવનની પ્રથમ એનિવર્સરીની ઉજવણી કરી હતી. 
પ્રિયંકાએ તાજેતરમાં પોતાન ઇન્સ્ટાગ્રામ પર લખ્યું હતું કે, અમારા લગ્નમાં અમારા બંનેના પરિવારોએ સંગીત સેરેમનીમાં ભાગ લીધો હતો. એ પરફોર્મન્સમાં અમારી પ્રેમકથાને દર્શાવવામાં આવી હતી. તે ક્ષણો અમારા જીવનની યાદગાર ક્ષણો હતી. હવે નીક અને હું એક નવા શૉની જાહેરાત કરીએ છીએ. આ શો લગ્ન અગાઉ થતી સંગીત સેરેમની પર આધારિત હશે. હજુ સુધી અમે શૉનું શીર્ષક નક્કી કર્યું નથી. 
2020માં આ શૉનું નિર્માણ શરૂ થશે અને તેમાં ભાગ લેનારાઓ સંગીત સેરેમનીમાં વૈવિધ્યતા દર્શાવશે.

Published on: Sat, 14 Dec 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer