રાવલપિંડી ટેસ્ટમાં વરસાદ વેરી ત્રીજા દિવસે ફકત 5 ઓવર જ ફેંકાઈ

રાવલપિંડી ટેસ્ટમાં વરસાદ વેરી ત્રીજા દિવસે ફકત 5 ઓવર જ ફેંકાઈ
રાવલાપિંડી, તા. 13 : રાવલાપિંડીમાં રમાઈ રહેલી આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપના ભાગરુપે શરૂ થયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં આજે સતત ત્રીજા દિવસે વરસાદે મેચની મજા બગાડી હતી અને આજે માત્ર 5.2 ઓવર જ રમાઈ શકી હતી જેના લીધે ક્રિકેટ ચાહકો નિરાશ થયા હતા. ખરાબ પ્રકાશ અને વરસાદના કારણે આજે નહીવત જેવી રમત શક્ય બની હતી. આજની રતમ બંધ રહી ત્યારે શ્રીલંકાએ છ વિકેટે 282 રન બનાવ્યા હતા. ડિસિલ્વા 87 રન સાથે રમતમાં હતો. જ્યારે પરેરા છ રન સાથે રમતમાં હતો. બીજી ટેસ્ટ મેચ કરાચીમાં 19મી ડિસેમ્બરથી રમાનાર છે. 
અત્રે નોંધનીય છે કે, 2009માં શ્રીલંકન ટીમ ઉપર જ આતંકવાદી હુમલો કરવામાં આવ્યો હતો ત્યારબાદથી કોઇપણ ટીમ પાકિસ્તાન રમવા માટે પહોંચી નથી. 2009માં જે આતંકવાદી હુમલો થયો હતો તેમાં આઠ લોકોના મોત થયા હતા અને મોટી સંખ્યામાં લોકો ઘાયલ થયા હતા. અધિકારીઓ પણ ઘાયલ થયા હતા. પાકિસ્તાનમાં 10 વર્ષના લાંબા ગાળા બાદ દ્ધિપક્ષીય ક્રિકેટ શ્રેણી હવે શરૂ થઇ છે.      
Published on: Sat, 14 Dec 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer