વર્લ્ડ ટૂર ફાઈનલ્સમાં જીત સાથે સિંધુના અભિયાનની સમાપ્તિ

વર્લ્ડ ટૂર ફાઈનલ્સમાં જીત સાથે સિંધુના અભિયાનની સમાપ્તિ
ગ્વાંગઝુ,તા. 13 : ખિતાબની દોડમાંથી પહેલેથી જ બહાર થઇ ચૂકેલી ભારતીય બેડમિન્ટન સ્ટાર પી.વી. સિંધુએ ગ્રુપ-એના તેના ત્રીજા અને આખરી મેચમાં ચીનની બિંગજિયાઓ સામે સાંત્વનારૂપ જીત મેળવીને વર્ષની આખરી બીડબલ્યુએફ વર્લ્ડ ટૂર ફાઈનલ્સના તેના અભિયાનનો અંત કર્યો હતો. ગયા વખતની ચેમ્પિયન સિંધુ તેના પહેલા બે લીગ મેચ હારીને ખિતાબની દોરમાંથી બહાર થઇ ગઇ હતી. આજે ત્રીજા મેચમાં બિંગજિયાઓ સામે સિંધુનો 21-19 અને 21-19થી વિજય થયો હતો. આ સાથે સિંધુએ ઉપરોક્ત ચીની ખેલાડી સામે સતત ચાર હારનો સિલસિલો પણ તોડયો હતો. 

Published on: Sat, 14 Dec 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer