ગૃહપ્રધાન શાહે રદ કર્યો શિલોન્ગ પ્રવાસ

પૂર્વોત્તરમાં સીએબીને લઈને થઈ રહેલી હિંસા મુખ્ય કારણ
નવી દિલ્હી, તા. 13 : નાગરિકતા સંશોધન ખરડાને લઈને સતત હિંસક પ્રદર્શનો થઈ રહ્યા છે. તેવામાં ગૃહમંત્રાલયના સૂત્રો હવાલાથી કહેવામાં આવી રહ્યું છે કે ગૃહ મંત્રી અમિત શાહે શિલોન્ગની મુલાકાતનો કાર્યક્રમ રદ કર્યો છે. તેઓ નોર્થ ઈસ્ટ પોલીસ એકેડમીના પ્રવાસે રવિવારે શિલોન્ગ જવાના હતા. જો કે મંત્રાલય તરફથી હજી સુધી અમિત શાહની મુલાકાત રદ થઈ હોવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. 
કહેવાય રહ્યું છે કે અમિત શાહ શનિવારે અને સોમવારે ઝારખંડ જશે. અમિત શાહના શિલોન્ગના કાર્યક્રમનું રદ થવાનું કોઈ કારણ જાહેર કરવામાં આવી રહ્યું નથી પણ માનવામાં આવી રહ્યું છે કે પૂર્વોત્તરના રાજ્યોમાં સીએબીને લઈને ચાલી રહેલા હિંસક પ્રદર્શનને કારણે મુલાકાત રદ કરવામાં આવી છે. બુધવારે નાગરિક સંશોધન બિલ પસાર થતા પૂર્વના રાજ્યોમાં તનાવભર્યો માહોલ બન્યો છે. આસામ, મેઘાલય અને ત્રિપુરાની સ્થિતિ સૌથી ગંભીર છે. આસામમાં 22 ડિસેમ્બર સુધી શાળા અને કોલેજ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. 
Published on: Sat, 14 Dec 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer