25 કરોડની છેતરપિંડી કરનાર ગુડવીન જ્વેલર્સના માલિક બંધુની ધરપકડ

થાણે, તા. 13 : થાણે ડોમ્બિવલી અને અંબરનાથ શહેરમાં જ્વેલરી શોરૂમ ખોલીને 1154 રોકાણકારો સાથે 25 કરોડની છેતરપિંડી કરનાર ગુડવીન જ્વેલર્સના માલિક બંધુ સુનિલકુમાર અને સુધીરકુમાર અકરાકમણની થાણે પોલીસે ધરપકડ કરી છે. 
શુક્રવારે બપોરે આ બન્ને આરોપી કોર્ટના શરણે આવવાના છે એવી માહિતી પોલીસને મળતા એ ત્યાં પહોંચી ગઈ હતી અને બન્ને ભાઈઓની એમપીઆઈડી વિશેષ ન્યાયાલયમાંથી ધરપકડ કરી હતી. બન્ને ભાઈઓઁ દિવાળીના અવસરે જ તેમના શોરૂમ બંધ કરી નાસી છૂટયા હતા. 21 અૉક્ટોબરથી શોરૂમ બંધ થઈ ગયા હતા. બન્ને ભાઈ સામે થાણે પોલીસ આયુક્તાલયમાં ત્રણ તો મહારાષ્ટ્રમાં વિવિધ ઠેકાણે છ ગુના દાખલ કરાયા છે.
2019માં પસાર કરવામાં આવેલા બૅન્કિંગ ઍન્ડ અનરેગ્યુલેટેડ ડિપોઝિટ સ્કીમ એક્ટ હેઠળ બન્ને સામે ગુના નોંધાયા હતા. છેલ્લા દોઢ મહિનાથી થાણે ક્રાઈમ બ્રાન્ચ ઈકોનોમિક અૉફેન્સિસ વિંગની ટીમ બન્ને આરોપીઓના  વતન કેરળના ત્રિશુરમાં ધામા નાખીને બેઠી હતી.
Published on: Sat, 14 Dec 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer