ખાતાંની ફાળવણી રાષ્ટ્રવાદીના જયંત પાટીલ નારાજ?

મુંબઈ, તા. 13 : મહારાષ્ટ્ર સરકારમાં મહાવિકાસ આઘાડીના ખાતાઓની  થયેલી ફાળવણી અંગે હવે નવેસરથી ચર્ચા શરૂ થઈ છે. ખાતાઓની ફાળવણીના પ્રશ્ને કેટલાક નેતાઓ નારાજ હોવાનું બોલાઈ રહ્યંy છે.
ગૃહખાતાના પ્રશ્ને આ નારાજગી હોવાનું કહેવાય છે. ત્યારે રાષ્ટ્રવાદી કૉંગ્રેસના નેતા અને પ્રધાન જયંત પાટીલે સૂચક વિધાન કર્યું છે. ખાતાઓની વહેંચણીએ આખરી નથી, એ કામચલાઉ છે અને પ્રધાનમંડળનું વિસ્તરણ થશે તો જ રાજ્યના લોકોને ખરું ચિત્ર સમજાશે એવો મત ટ્વીટર પર પાટીલે વ્યકત કર્યો છે.
નાગપુરમાં 16 ડિસેમ્બરથી વિધાનસભાનું શિયાળુ અધિવેશન શરૂ થઈ રહ્યું છે અને તે સપ્તાહ સુધી ચાલશે. એ બાદ 23 ડિસેમ્બરે પ્રધાનમંડળનું વિસ્તરણ થવાની શક્યતા છે. ગૃહખાતું રાષ્ટ્રવાદી કૉંગ્રેસે માગ્યું હતું, પણ હાલનાં ખાતાની ફાળવણી પ્રમાણે તે શિવસેના પાસે છે. આથી હાલ ચર્ચા ચાલી છે.
ખાતાની ફાળવણી બાદ રાષ્ટ્રવાદીના નેતા જયંત પાટીલ નારાજ જણાય છે અને સામાન્ય અને પત્રકારો સાથે હળીમળીને વાત કરતા પાટીલે આ વખતે માત્ર `નો કોમેન્ટસ' કહીને વાતને ટાળી દીધી હતી. આથી નાણાં અને આયોજન ખાતું મેળવનારા જયંત પાટીલ નારાજ હોવાની ચર્ચાને બળ મળ્યું છે. તેઓનો ગૃહખાતા માટે આગ્રહ હતો. ગૃહખાતું શિવસેનાના નેતા એકનાથ શિંદેને અપાયું છે.
Published on: Sat, 14 Dec 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer