અમેરિકા-ચીન વચ્ચેના 19 માસના ટ્રેડ વૉરનો સુખાંત

બીજિંગ તા. 13: અમેરિકા અને ચીન આરંભિક વ્યાપાર સમજૂતિ માટે સહમત થયા છે, જે ટેરીફના ઘટાડામાં અને અમેરિકી કૃષિ માલસામાનની ખરીદીમાં પરિણમશે. બેઉ રાષ્ટ્રો વચ્ચે 19 માસથી ચાલતા વ્યાપાર યુદ્ધ-ટ્રેડ વોર-ને નોંધપાત્ર માત્રામાં શમાવવાનો સંકેત આપે છે. બેઉ રાષ્ટ્રો વચ્ચેની એ ટ્રેડ વોરને વિશ્વના અર્થતંત્રને જંગી માત્રામાં ડામાડોળ કરી મૂકયું હતું. 
અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ટવીટ કર્યુ હતું કે `અમે ચીન સાથે બહોળી એવી પ્રથમ તબકકાની સમજૂતિ સાથે સંમત થયા છીએ. તેઓ અનેક માળખાગત બદલાવો માટે કૃષિ પેદાશો, ઉર્જા અને ઉત્પાદિત માલની જંગી ખરીદી માટે અને બીજી ઘણી બાબતો માટે સંમત થયા છે'
ટ્રમ્પે જણાવ્યું હતું કે `અમેરિકા ચીની માલસામનાન પરના તેના એકંદર ટેરીફ દર, હાલના 2પ ટકાથી ઘટાડી 7 ટકા કરશે અને રવિવાર તા. 1પીમીએ ઠરાવાયેલી પેનલ્ટી ટેરીફ રદ થશે કારણ કે અમે સમજૂતિ કરી લીધી છે. અમે બીજા તબક્કાની સમજૂતિ અંગેની વાટાઘાટ પણ, 2020ની ચૂંટણી સુધી રાહ જોવાના બદલે તત્કાળ ચાલુ કરશુ'.
Published on: Sat, 14 Dec 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer