સીએબી સામે જામિયાના છાત્રોનું પ્રદર્શન પોલીસ સાથે હિંસક ઘર્ષણ

સીએબી સામે જામિયાના છાત્રોનું પ્રદર્શન પોલીસ સાથે હિંસક ઘર્ષણ
નવી દિલ્હી, તા. 13 : નાગરીકતા સંશોધન વિધેયક સામે દિલ્હીની જામિયા મિલિયા ઈસ્લામિયા યૂનિવર્સિટીના વિદ્યાર્થીઓએ પરિસરથી સંસદ સુધી માર્ચનું એલાન કર્યું હતું. આ દરમિયાન છાત્રોને પોલીસે અધવચ્ચે જ રોકતા હિંસક ઘષર્ણ થયું હતું અને પોલીસને બળપ્રયોગ કરવાની ફરજ પડી હતી. હિંસક ઝડપમાં પોલીસ કર્મીઓ અને છાત્રો બન્ને પક્ષોએ ઈજા પહોંચી હતી. છાત્રોએ પોલીસ ઉપર બળપ્રયોગનો આરોપ મુક્યો હતો. જ્યારે પોલીસે બચાવમાં કહ્યું હતું કે, ધારા 144 લાગુ હોવાથી રેલીને મંજૂરી નથી. પોલીસે ભીડને અંકુશમાં લેવા માટે લાઠીચાર્જ કર્યો હતો અને ટીયરગેસના સેલ છોડયા હતા. બીજી તરફ છાત્રો તરફથી પથ્થરબાજી કરવામાં આવી હતી. પ્રદર્શનને ધ્યાને લઈને સંસદ ભવન નજીકના બે મેટ્રો સ્ટેશન પણ બંધ કરવામાં આવ્યા હતા.

Published on: Sat, 14 Dec 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer